English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મમ્મીનું ઘર
(ડૉ.હાર્દિક નિકુંજ યાજ્ઞિક )

- દરેક પરિણીતાના હાંશનું સરનામું છે મમ્મીનું ઘર

- થોડા દિવસ સવારે પાંચની જગ્યાએ આઠ વાગે આરામથી ઉઠવાની સગવડ છે મમ્મીનું ઘર

- કોને કેવું લાગશે ? એ વિચાર્યા વગર મનમાં આવે તે બોલી જવાની છૂટ છે મમ્મીનું ઘર

- દરેકની ડિમાન્ડ પૂરી કરનાર માંટે બિન્દાસ ડિમાન્ડ કરવાની સવલત છે મમ્મીનું ઘર

- બાળકોના વેકેશનનું તો બહાનું પણ આખરતો પોતાનું બાળપણ ફરી જીવવાનું નિમિત્ત છે મમ્મીનું ઘર

- કેટલાય સંધરેલા સ્વપનાઓને ફરી એક વાર માણવાનો અવસર છે મમ્મીનું ઘર

- ર્હદયમાં ઉઠેલા અને કોઇને ન પૂછેલા પ્રશ્નોનો જવાબ છે મમ્મીનું ઘર

- છોડ્યા પછી પણ કયારેય પારકું ન થઇ શકેલું પોતાનું વ્હાલુ વતન છે મમ્મીનું ઘર

- આખરે તો મમ્મીની માનીતી પપ્પાની પ્રિન્સેસ તરીકે ફરી એકવાર જીવવાનું ઠેકાણું છે મમ્મીનું ઘર.

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111132508
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now