?હેતથી બંધાઈ છે દરેક જીવ ની ડોર,
પ્રેમ જ પ્રેમ ની જરૂર છે ચારેકોર
કોઈના બોલ માં તો,
કોઇના સ્પર્શ માં,
તો કોઈ ના વ્યવહાર મા,
કોઈ ના ગુસ્સામાં માં,
કોઈ ની નજર માં,
પ્રેમ ની અનુભૂતિ થતી હોય છે!!
નફરત પણ માનવી ને ત્યારે જ થાય છે
જ્યારે પ્રેમની અપેક્ષા પૂરી નથી થતી!!!
માનવી બધા સાથે લડી શકે છે,
પણ , પ્રેમ આગળ તે હારી જાય છે!!
પ્રેમ માં સ્વીકાર છે!! પ્રેમ માં સ્વતંત્રતા છે!!
પ્રેમ એ એક અનુભૂતિ છે...
પ્રેમ માત્ર બે જણ વચ્ચે હોય એવું નથી,
પ્રેમ એ દરેક સંબધ માં છે!!
શેરી માં રહેતું કૂતરું પણ ઓળખી ને પાછળ ચોકીદાર ની જેમ ચાલે એ પણ પ્રેમ જ તો છે!!
ચકલી સવાર માં ચીં ચીં કરી ઉઠાડે એ પણ પ્રેમ,
ફૂલ તોડવા જતા બે પર્ણ સાથે આવી ને હાથ સરકી પડે એ પણ તો પ્રેમ જ ને??
કોઈને ના ઓળખતા હોઈએ તો પણ માત્ર હસીને નજર મેળવીએ એ પણ તો પ્રેમ જ છે,
દરેક જીવ ની જન્મ થી મરણ સુધી ની સફર માત્ર પ્રેમ ની ખેવના માં જ પુરી થતી હોય છે!!?
?શુભ સવાર? ?જય શ્રી કૃષ્ણ ?