તુ દિલ માં વસ્યો ને ખુદ ભુલી ગયા,
ચાહત માં કોઈની દિવાના અમે એકાંતે હસી ગયા.
વાતો માં તારું નામ શું સાંભળ્યું,
અમે તારા સપનાં માં ખોવાઈ ગયા,
હતી લબ્સ માસુમ એવી,
ન જાણે કેમ તારી પ્રેમજાળ માં ફસાઇ.
આવારા પન માં નામ આવ્યું મારું,
તો પોતાના હાથ તાળી આપી ફરાર થયા.
બેશર્મ તો એવા વાસના ને પ્રેમ નામ ટાંકી,
બેવફાઈ નું ઝેર તે હસી ને આપી ગયા.....
શૈમી ઓઝા"લબ્સ"