. *એકલો છું*
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
મદદ કરવા છતાં, હું એકલો છું,
જીતવા છતાં, હું એકલો છું,
લાગણી નથી દુભાઈ મારી !
પણ પોતાનાની નજરમાં,એકલો છું.
*જવું એકલાને,આવવું પણ એકલા ને* !
*તો કેમ કહું આજે કે હું એકલો છું* ?
દોસ્તીની ભીડમાં,એકલો છું,
સત્ય બોલવા છતાં,એકલો છું,
બધાથી આગળ હોવાની ઈર્ષા નથી !
પણ સાચો ભરોસો કરીને,એકલો છું.
*સમય સમય દરેક પલમાં પહેચાન કરાવે છે* !
*કુદરતી શક્તિ સાથે,તો કેમ કહું, હું એકલો છું* ?
આકાશમાં ઉડવાના સપનાથી,એકલો છું,
અભિમાન નથી એટલે,એકલો છું,
ધોખાઓને પહોંચવાની શક્તિ છે એટલે નહિ,
પણ પોતાના બની પ્રહાર કરે એટલે,એકલો છું.
*પુણ્યથી હું સદમાર્ગ પર ચાલુ છું* !
*તો કેમ કહું કે,દુનિયામાં હું એકલો છું* ?
દુઃખને દર્દમાં હંમેશા,હું એકલો છું,
કોઈને ખુશી આપ્યા બાદ,હું એકલો છું,
એવું નથી,ખુદ કરતા ભરોસો બીજા પર કર્યો !
પણ, ભરોસો ભગવાનમાં ના કર્યો,એટલે એકલો છું.
*ભગવાન પર કર્યો અડગ વિશ્વાસ*
*તો કેમ કહી દવ, એકલો છું હું* ?
*દુનિયા બનાવનારના શરણમાં હું છું*
*તો કેમ કહી દવ,એકલો છું હું* ?
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD