સૌ અહીં માગ્યા કરે થોડી જગા,
સ્હેજ ત્યારે ખસવું ખોટું તો નથી.
શક્યતા હારી ગઈ છે આ પળે,
અહીંથી પાછા વળવું ખોટું તો નથી.
કોઈ ઇચ્છા દિલમાં બાકી રહી નથી,
વસ્ત્ર પહેરું ભગવું ખોટું તો નથી.
જીવ તો ઊડી ગયો છે ક્યારનો
આ ચિતાનું બળવું ખોટું તો નથી.
– પ્રવીણ શાહ