ક્યારેક મન થાય કે મન ભરીને જીવી લઉ...
આ સઘળું છોડી દૂર જઇ વસી જઉ...
જ્યાં નથી કોઈ બંધન,નથી કોઈ સીમા...
તેવી જગ્યાએ હું વિચરણ કરી લઉ...
બસ...
ક્યારેક મન થાય કે મન ભરીને જીવી લઉ...
આ રીત ,આ રસમ તો છે બધી દુનિયાની....
તોડી નાખું બધી બેડીઓ બંધનની....
ને પંખી બની મુક્ત મને વિહરી લઉ...
બસ...
ક્યારેક મન થાય કે મન ભરીને જીવી લઉ...
આ મંજિલ જિંદગીની હું મેળવી લઉ...
જ્યાં સુધી પહોંચવાનો રસ્તા હું પોતે બનાવું...
હું પણ ક્ષણ બે ક્ષણ મારા માટે જીવી લઉં...
બસ...
ક્યારેક મન થાય કે મન ભરીને જીવી લઉ...
?સ્વાતિ?