Gujarati Quote in Story by Shyara Vishal

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#MoralStories

શીર્ષક – વ્યસન નર્કની સીડી

ચાર દોસ્ત પાનના ગલ્લે ઉભા ઉભા સિગરેટ પીતા હતા.એક ભગવાધારી સાધુ તેની પાસેથી પસાર થતા હતા.એક દોસ્તે એ સાધુને રોકીને પૂછ્યું, “સુટ્ટો લેશો મહારાજ?”
સાધુએ સસ્મિત સાથે જવાબ આપ્યો, “હું સુટ્ટો નથી પીતો બાળકો અને મારી સલાહ માનો તો તમે પણ આ શરીરને નુકસાન કરતાં વ્યસનને છોડી દો”બધા દોસ્ત હસવા લાગ્યા.તેમાંથી એક ફરી બોલ્યો, “આ તો મગજ શાંત રહે એટલા માટે પીવી પડે મહારાજ”
“મગજ શાંત રાખવા ધ્યાન ધરો,પ્રાણાયામ કરો આ બધા વ્યસન છોડી દો બસ”સાધુએ શાંત અવાજે કહ્યું.
“તમે સંસાર ત્યજી દીધો છે મહારાજ.રૂપિયા કમાવવા માટે કેટલી મહેનત કરવી પડે એ તમને શું ખબર હોય? ધંધાના રોજબરોજના કામકાજમાં એટલી બધી માથાકૂટ હોય છે એટલે એક વ્યસન હોવું જ જોઈએ”
“તમે પંડીત લીલાધારને ઓળખો છો?”સાધુએ પૂછ્યું.
“નામ સાંભળ્યું છે.ખુબ જ ધનવાન હતા પણ અચાનક ક્યાંક ગાયબ થઈ ગયા એ જ લીલાધારને?”એક છોકરાએ કહ્યું.
“હા એ જ લીલાધર.એ ક્યાય ગાયબ નથી થયા તેના એકના એક દીકરાનું આ સિગરેટના કેન્સરને કારણે મૃત્યુ થઈ ગયું એટલે નાસીપાસ થઇ ગયા હતા.”સાધુએ કપાળ પર કરચલી પાડીકહ્યું.
“કેમ એ તમારા સગપણમાં થતા?”
“એ લીલાધર હું જ છું.તમે પણ મારા બાળકો જેવા જ છો.વર્ષો પહેલા એક છોકરાને ખોઈ બેઠો છું.હવે હું કોઈને ખોવા નથી માંગતો એટલે હું વિનંતી કરું છું છોડી દો વ્યસનને.બાકી તમારી મરજી”કહેતા સાધુ ભીની આંખે ચાલતા થયા.ચારેય દોસ્તો બસ તેને જોતા જ રહ્યા.

બોધ-વ્યસન સ્વર્ગની નહી પણ નર્કની સીડી છે માટે વ્યસન છોડી દો.

Gujarati Story by Shyara Vishal : 111127383
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now