#MoralStories
દોસ્તી
મિલન અને અનીલ જીગરજાન દોસ્ત હતા.તેની દોસ્તની બધા ચર્ચા કરતાં.બંને નાનપણથી સાથે હતા એટલે એકબીજાને રજેરજથી ઓળખતા હતા.એક દિવસ મિલનનું બાઈક ચાલવતા એકસીડન્ટ થઈ ગયું.એ એક્સિડન્ટમાં મિલને પોતાના બંને પગ ગુમાવી દીધા.મિલનને જુદાજુદા સ્થળોએ ફરવાનો શોખ હતો એ વાત અનીલ જાણતો હતો પણ અપાહિજ થવાને કારણે મિલન હવે ફરી નહિ શકે એ વાત અનીલ જાણતો હતો.
મિલન પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે એ હેતુથી અનિલે મિલન માટે એક ટ્રીપ ગોઠવી.અનીલ મિલનને અપંગ લોકોના ઉદ્યોગમાં લઈ ગયો.જ્યાં અપંગ લોકો પોતાની આવડતને આધારે કામ કરતાં હતા.મિલને તેમાંથી પ્રોત્સાહ લઈને વાર્તા લખવાનું શરુ કર્યું.જોતજોતામાં મિલનની વાર્તાઓ પ્રખ્યાત થતી ગઈ.એક સમય એવો પણ આવ્યો જયારે મિલનને મળવા લોકો આતુરતાથી રાહ જોવા લાગ્યા.લોકો વિચારતા કે મિલન સાથે જો આ એકસીડન્ટના થયું હોત તો એ કોઈ દિવસ વાર્તા લખવાનું ના વિચારેત.માત્ર મિલન જ જાણતો હતો કે અત્યારે એ જે કઇપણ છે એ અનિલને આભારી છે.
આ ઘટના બની તેને ત્રીસ વર્ષ વીતી ગયા.આજે પણ અનીલ અને મિલનની દોસ્તીની ચર્ચા થાય છે.આજે પણ બંને ત્રીસ વર્ષ પહેલા જેવા દોસ્ત હતા તેવા જ દોસ્ત છે.
સાર :- મિત્ર એવો હોવો જોઈએ જે તમારા દરેક સમયમાં સાથે રહે.