#MORALSTORY
સાથી તું સાથે રહેજે
:::::::::::::::::::::::::::::::
અંધારાની મહેફિલમાં ખોટા ખોટા વિચારોની આશામાં
દોસ્તીથી લંબાવ્યો હાથ,સાથી તું સાથે રહેજે
બનતા મકાનની જેમ સિમેન્ટ થઈ સાથ પુરાવજે
અંધારામાં સાથી સિતારો બની સાથ પુરાવજે
પણ સાથી તું સાથે રહેજે
પ્રેમની આ દુનિયામાં નફરત ની લડાય ક્યાંક ના થઈ જાય
રોશનીને જોઈ સાથી તું ક્યાંક ભટકાઈ ના જાય
વફાદારીની ઉમ્મીદ માત્ર તારા પર અડગ રાખી છે મે
સાથી તું સાથે રહેજે
સમય જ્યારે ખોટો હોય ચૂપ થઈને મારી વાત સાંભળજે
ખોટા સમયમાં સાથી ક્યાંક આપડે અલગ અલગ ના થઈ જઈ
વાંક હોય તો ગુસ્સો કરી લેજે,મારાથી મૌન નહિ લેતા
સાથી તું સાથે રહેજે
સ્વાર્થી આ દુનિયા છે,દોસ્તી આપડી રંગ લાવશે
પણ સાથી તું સાથે રહેજે
ક્યાં તને બીજો અવતાર મળશે ?
ક્યાં બીજો અવતાર મને મળવાનો ?
ગુસ્સાના શબ્દોને ક્યાં સુધી દિલ પર લગાડશો ?
ક્યાં સુધી સાથી તમે મારાથી રિસાઈ બેસશો ?
શ્વાસ મૂકે ત્યાં સુધી સાથ નું કહ્યું !
મૃત્યુ બાદ આમ પણ ક્યાં સાથ મળવાનો ?
સાથી તું મારી સાથે રહેજે
ગુલાબમાં ભલે તું કાંટો બનીને આવે
પણ સાથી તું સાથે રહેજે
રિસાયા હોય એક બીજાની વાત થી
યાદ લઈને કોઈક આવે,પણ સાથી તું સાથે રહેજે
ક્રોધમાં મને ભૂલી નહિ જતા
અભિમાનમાં નજરઅંદાજ નહિ કરતા
મળી છે આ રૂડી રૂપાળી ઝીંદગી
તો સાથી તું સાથે રહેજે
મળ્યા છીએ તો સાથ પૂરો આપો ને
ભગવાને પણ એમનેમ થોડા મળાવ્યા હશે
એણે પણ આપડું કંઇક તો વિચાર્યું જ હશે ને
મંઝિલ નથી જોતી મારે તમે જોતા છો
રસ્તા નથી જોતા મારે સાથ જોતો છે
સ્વાર્થ રોશનીનો નથી,અંધારાથી પણ પ્રેમ છે
સાથ જો તમે આપતા હોય
પણ સાથી તું સાથે રહેજે