#MoralStory
ભૂલ
જીવન માં ભૂલો થી પણ ઘણું શીખાય છે. માટે સતત શીખતાં રહેવું. આપણે એક વાર્તા માંથી જોઈશું.વાત છે બે મિત્રો ની કે સારી એવી મિત્રતા હતી,તેવું સમજવું એ બંને ની ભૂલ હતી.
"મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો જાય,
દુ:ખ માં આગળ રહે ને સુ:ખ માં પાછળ જાય ;
માહીન અને રેહાન એમ બે મિત્રો હતા,તે બંને શાળા એથી ઘરે આવવા હતા,વરસાદ પણ ધોધમાર પડતો હતો .ત્યાં જ તેમના પર હુમલો કરવામાં આવ્યો તે રસ્તા સૂમસામ હતો કોઈ મદદએ આવે તેમ પણ નહતું.તે બે મિત્રો માંથી એક માહીન ને પકડી પાડ્યો. તે હુમલાખોરે બીજો તેની મદદ કરવાના બદલે દોડી ને નાસી છુટ્યો.તે બુમાબુમ કરી શોર મચાવવા લાગ્યો તેની મદદે કોઇ ન આવ્યું.
તેને તેઓએ કેદ કરીને રાખ્યો,પહેલાં વિનંતી કરી પણ તે લોકોને કોઇ ફર્ક પડ્યો નહીં, પછી તેને અહીં થી છુટવા યુક્તિ વિચારી. તેને બાંધી રાખ્યોને પછી ડરાવવા માં આવ્યો.ને તેના ઘરે પૈસા ની માંગણી કરતો ધમકી ભર્યો ફોન કરવામાં આવ્યો.તેના ઘરે શોધાશોધ તો હતી જ તેના ઘર માં તેને ગુમ થવાની રાત્રે જ તેનો પરિવાર પોલીસ ને ફરિયાદ કરે છે. તેની તપાસ કરવામાં પોલીસ લાગી જાય છે .
તે પછી યુક્તિ કરી ને નાસી જાય છે. તે દોડતા બેભાન થઇ જાય છે.તેને ઈજા પણ થયેલી હોવાથી લોકો હોસ્પિટલ માં લઈ જાય છે. પછી તેનો ઇલાજ થાય ત્યાં ને પછી તેની તપાસ કરતાં પોલીસ ત્યાં પહોંચી જાય છે.ને તેને પહેલાં શાંત પાડી ને પોલીસ તેનું બયાન લે છે.પછી તેના બયાન ના આધારે પોલીસ તેને પકડે છે. તે હુમલાખોરો ને
જેલ માં લઈ જાય છે. તેમને સજા પણ થાય છે.
મોરલઃ આ વાર્તા તમને સારા મિત્ર ની ઓળખ કરતાં શીખવે છે. મિત્રો તો તમને ઘણાં મળશે પણ સારા મિત્રો ની સાચી હકીકત થી આ વાર્તા તમને અવગત કરાવે છે. કેમકે જીંદગી બગડવા ની શરુઆત ખરાબ મિત્રો ની શોબત માં થાય છે માટે કાળજી રાખવી કે આ માણસ ની દોસ્તી યોગ્ય છે કે નહીં બધી બાજુ ખાડા છે.તેમાંથી પાણી તમારેજ નિકાળતા શીખવું પડશે.
દિલ થી નિકળેલ "લબ્સ"
શૈમી ઓઝા "લબ્સ"
-- Shaimee oza
Shared via Matrubharti.. https://www.matrubharti.com/bites/111125680
-- Shaimee oza
Shared via Matrubharti.. https://www.matrubharti.com/bites/111125749