Gujarati Quote in Story by Irfan Juneja

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*જેવું કરો તેવું ભરો*
#MoralStories
***
એક ખુબ જ સમૃદ્ધ પરિવાર મુંબઇમાં વસતો હતો. ઘરમાં દરેક પાસે પોતાના મોજશોખની વસ્તુઓ હતી. ઘરની સ્ત્રીઓ પાસે પણ અનમોલ ઘરેણાંઓ હતાં. ઘરના દરેક સભ્યો સારા ક્ષેત્રે કામ કરી રહ્યા હતા. પરિવાર એટલો સમૃદ્ધ હતો કે બધા બેઠા બેઠા ખાય તો પણ કઈ જ ખૂટે તેમ ન હતું. પરિવાર દુનિયામાં પોતાની નામના બનાવવા દરેક ક્ષેત્રે ઉધોગો સ્થાપતું. દર વર્ષે એમની આવકમાં વધારો થતો અને એ આવતા વર્ષે એનાથી પણ વધારે કમાવવાનો પ્લાન કરતાં.

એક દિવસ મહેશે આ સમૃદ્ધ પરિવારની ઓઇલ રિફાઇનરી કંપનીની મુલાકાત લીધી. મહેશ એક સામાજિક સંસ્થાનો સ્થાપક હતો. એને જોયું કે ત્યાં મજૂરોમાં પંદરથી વીસ બાળકો હતા. જેમનું કામ શાળાએ ભણવા જવાનું હતું પણ એની જગ્યાએ એ લોકો અહીં મજૂરી કરી રહ્યા હતા. મહેશે આ વાતની ઊંડાણથી તપાસ કરી. આ બાળકો અનાથ હતા અને કંપનીમાં જોખમી કામો માટે એમને રાખવામાં આવ્યા હતા. સમય જતાં મહેશે આ વિશે પોલીસ ફરિયાદ કરી. પોલીસ એમની સામે એક્શન લે એ પહેલા જ એ સમૃદ્ધ પરિવારના લોકોએ પોલીસને પૈસા આપી મોઢું દબાવી દીધું. એ પછી મહેશની સુપારી આપી એની હત્યા કરાવી દીધી.

વર્ષો પછી ભારતની સરકારમાં ફેરફારો થયા. યુવા જોશ સરકારમાં આવ્યું. ભ્રષ્ટચાર વિરોધી આ સરકારે દરેક મોટી કંપનીઓમાં રેડ પડાવી અને કાળા નાણાં વિશે તપાસો હાથધરી. આ સમૃદ્ધ પરિવાર પણ એ સરકારના લપેટામાં આવી ગયો. ઘણાં પ્રયત્નો કરવા છતાં હવે એમની પાસે બચવાનો કોઈ ચારો નહોતો. બધા જ ધંધાઓ, ફેક્ટરીઓ, ઉધોગો સીલ કરાયા અને મોટા ભાગના સભ્યોને જેલમાં કેદ કરાયા. એમના સ્વિટ્ઝ બેન્કના નાણાં પણ પાછા ભારતમાં લવાયા.

મહેશના દીકરાની સારી તરક્કી મહેશના ગુજર્યાબાદ વીસ વર્ષ પછી થયેલી. મહેશના દીકરા મનોજની હોસ્પિટલનું મુંબઇમાં મોટું નામ થયુ હતું. એક દિવસ એ સમૃદ્ધ પરિવારનો એક દીકરો જેની ઉંમર લગભગ ૨૨ વર્ષ હશે એ ત્યાં ક્લીનર્સની નોકરી માટે આવ્યો. મનોજે જરાય વાર ન કરતાં ક્લીનર્સની ટીમને કહી એને નોકરી પર રાખ્યો. નોકરીના થોડા દિવસો બાદ મનોજે એ વ્યક્તિની મુલાકાત લીધી અને એના પિતાના ખૂનીને આજે સજા આપી હોય એવું એને લાગ્યું.


બોધ: બાળમજૂરી ગુનો છે. જે આજે આપણા માટે શરમની વાત છે. પણ ઘણી જગ્યાએ આજે બાળ મજૂરો જોવા મળે છે. એમને રોકવા વાળાની સામે આ તત્વો ખુબ જ દુર્વ્યવહાર કરે છે. પણ કુદરત બધું જોવે છે. એટલે જ જે જેવું કરે તે તેવું જ ભરે.

***
ઈરફાન જુણેજા

Gujarati Story by Irfan Juneja : 111125609
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now