Hindi Quote in Story by shekhar kharadi Idriya

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Hindi daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Moralstories ( હ્રદય પરિવર્તન )

ઉનાળાના આકરા દહાડા હતા, બપોરનો તડકો ધોધમાર વરસી રહ્યો હતો.
એટલે ચારેબાજુ શાંત વાતાવરણ હતું !

બીજી તરફ બાવજી મંદિરના આગળ ખાટલો ઢાળીને નિરાંતે આરામ માણતાં હતા .
ત્યાંજ અચાનક દોડધામ કરતુ જંગલી સુવરનું ટોળુ પસાર થઈ રહ્યું હતું ! જાણે ધરતીના પડ ધ્રુજતા હોય એવું બાવજી ને લાગ્યું તો એમની નજર એ તરફ ગઈ
જાણે સુવરના ટોળા પાછળ પહાડી શિકારી હાથમાં તીર, ભાલો, કુહાડી લઈને પાછળ પાગલ બનીને પડ્યા હતા !

જાણે કોઈ દાનવ વરસોથી ભૂખ્યો બની ધરતી પર દોડી રહ્યો હોય , એવું દારુણ દ્રશ્યનું બાવજીના મનમાં ખડું થયું

બાવજી આ જોઈને મનમાં બોલ્યા " હે પ્રભુ આ ભોળા શિકારીઓને સદ્દભાવના આપ. જે રીતે અબોલા જીવ પાછળ પડીને તેનું ક્રૂરતા પૂર્વક મારણ કરે છે તે અયોગ્ય છે

એવામાં જ અડધા શિકારી સુવર પાછળ દોડી દોડી થાકી ગયા એટલે તેમનું ગળું પાણી વગર સુકાવા લાગ્યું ! એટલે તે મંદિરના પ્રાંગણમાં પાણી પીવા માટે આવ્યા ?

તેમને નજીક આવતા જોઇને બાવજી એ કહ્યું " હે કાળા માથાના માનવીઓ તમે શું કામ આ નિર્દોષ જાનવરોનું મારણ કરે છો ? જેટલો તમને આ ધરા પર જીવન જીવવાનો હક છે એટલો આ અબોલા પ્રાણીઓ નો પણ જીવન જીવવાનો હક છે !

શિકારી બોલ્યો " બાવજી અમારા વંશજો પણ શિકારી હતા , એટલે અમે પણ શિકાર કરીએ છીએ !

બાવજી - " અા તો મહા પાપ કહેવાય તેનું કર્મોનું ફળ પ્રભુ તમને બધાને પીડા દાયક અવશ્ય આપશે ?

શિકારી - " અમે કાંઇ પાપ, પુણ્ય નહિ જાણતા, કારણ કે અમે બધા અભણ અને ના સમજ છીએ ?

બાવજી - " બસ તમે પ્રભુ શિવનું નામ મનથી રટણ કરો ભીતર અવશ્ય શાંતિ મળશે " !

પછી શિકારીઓ તન, મન થી પ્રભુ નું નામ રટણ કરે છે ત્યારે જ હ્રદયમાં સુખદ શાંતિ મળી હોય એવી અદ્ભુત અનુભૂતિ થાય છે

આમ તેમનું પાપી હ્રદય પરિવર્તન થઈ ગયું, અને બાવજીને પગે પડી ગયા .

---- શેખર ખરાડી ઈડરિયા

( ઈડર , ગુજરાત )

Hindi Story by shekhar kharadi Idriya : 111125519
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now