અડવા ચહું છું તો ભાગે છે છેટું,
સુખ આમ વંઠેલ છે મારું બેટું.
અહીં આ જીવનમાં રઘવાયું થઈને,
દોડી રહ્યું છે આ ઈચ્છાનું ઘેટું.
સપનામાં દીઠી'તી સુંદર પરી જે,
મળે જો સફરમાં ઉમળકાથી ભેટું.
ઉકલવા મથે લોક પ્રશ્ન આ મોટો,
વડલો પ્રથમ કે પ્રથમ એનું ટેટું ?
થાકી ગયો છું અહીં ત્યાં ફરીને,
મળે જો વિસામો તો બે પળ હું લેટું.