Gujarati Quote in Poem by Amita Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિચાર


મગજ માં તે વિચારો નું કારખાનું સ્થાપ્યું ?
પ્રભુ તારી લીલા પર હું વિસ્મિત !
એકધાર્યા બસ ચાલ્યા કરે, કંઈ જૂના ને કંઇ નવા
તારી જાદુગરી થી હું થાઉં ચકિત !

દિવસરાત વગર આરામ , ચાલતું એ ધમધમાટ
છપાતા વિચારો અવિરત,સારા કે ખોટા લાગલગાટ !

પાણી માં કુદે દેડકાં , એમ ફુરસદ મળ્યે ફટાક કૂદતાં
વળી ઘણી વાર મન માં ને મનમાં અંદર અંદર લડતાં !

કારખાના માં કુસ્તી હોય કદી ?થાકી જવાય છે,
વિચારો ને મરાતો હોત બૂચ તો સારું, પાકી જવાય છે !

જોઈતો હોય મને સંપૂર્ણ આરામ , તો સ્વીચ કઈ દાબું ?
કે પછી આટલા વિચારો સહેવા મગજ એક બે બીજા માંગુ
?

Gujarati Poem by Amita Patel : 111124873
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now