Gujarati Quote in Romance by Ashq Reshammiya

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચંદ્રકાંત બક્ષી.
----------------------------

પ્રેમ અને દોસ્તી : પુરુષની દ્રષ્ટિ
-૧

જીવનની ઋતુઓ બદલાય છે. હવામાન તબદીલ થતું રહે છે, પણ બે શબ્દો મનુષ્યના પ્રથમ શ્વાસથી અંતિમ ઉચ્છવાસ સુધી રહે છે : પ્રેમ અને દોસ્તી ! આ બે શબ્દો વિનાના મનુષ્યનું અસ્તિત્વ લગભગ નિર્જીવ બની જાય છે. પ્રેમ શું છે, અને મૈત્રી શું છે, એવા પ્રશ્નો આપણે ભાગ્યે જ આપણી જાતને પૂછ્યા છે, પણ શરીરમાં બે ફેફસાં છે એમ માણસની જીંદગીમાં પ્રેમ અને દોસ્તી છે. મારે માટે પ્રેમનું પાત્ર સ્ત્રી છે, મૈત્રીનું પાત્ર પુરુષ છે. હું સ્ત્રીની સાથે મૈત્રી જ ફક્ત રાખી શકતો નથી, અંતે એ મૈત્રીએ પ્રેમરૂપે ખીલવું જ પડશે. પુરુષની સાથે પ્રેમની શરૂઆત અંતે દોસ્તીમાં પરિણમે છે. દોસ્તી સમાંતર કે હોરી- ઝોન્ટલ વ્યાપમાં વિસ્તરે છે, પ્રેમની ગતિ ઉર્ધ્વક કે વર્ટીકલ છે. મારે હોરી- ઝોન્ટલ અને વર્ટીકલનો આ ક્રોસ કે સલીબ ઉપાડીને જિંદગી ગુજારવાની છે.

જયારે પુરુષ સ્ત્રીને કહે કે આપણે મિત્રો તરીકે રહીએ ત્યારે મને એ જૂઠો લાગે છે. ધર્મની બહેન નામના શબ્દો મને બકવાસ લાગ્યા છે. આ બધામાંથી મને પંજાબીઓ કહે છે એમ " પહલે ભૈય્યા, ફિર સૈયાં " ની વાસ આવે છે. અને કદાચ પ્રેમ અને દોસ્તીને સમજ- વામાં માણસ જિંદગીના છેલ્લા દિવસ સુધી નાકામિયાબ રહે છે. એક ઉંમર હોય છે પ્રેમ થઈ જવાની, અને એક ઉંમર હોય છે પ્રેમ કરવાની, અને એક ઉંમર હોય છે પ્રેમ કરી લેવાની, અને એક ઉંમર હોય છે પ્રેમની નિષ્ફળતાનો સ્વીકાર કરી છૂટવાની. દોસ્તી જુદી વસ્તુ છે. કોફીના ક્પોમાં, શરાબના ગ્લાસોમાં, ગાળો બોલવામાં, લોહીની ભાષામાં, સિગરેટના ધુમાડામાં, ભાગતી ટેક્સીઓમાં, મૃત દોસ્તની જલી ચૂકેલી ચિતાના અંગારને સૂકી આંખોથી જોતાં જોતાં મેં દોસ્તીઓ નિભાવી છે. પ્રેમને ગુણવાચક વિશેષ- ણોનો ટેકો આપવો પડે છે, દોસ્તી મુઠ્ઠીઓ ખોલીને ક્ષિતિજની પાછળ ફેંકવી પડે છે. પ્રેમમાં નો-હાઉ નથી, વ્યાકરણ નથી. પુરુષ થવા ઇચ્છતા છોકરાનું એ પ્રથમ પુરુષત્વ છે.

પ્રેમમાં સફળતા એ ટ્રેજેડી છે. પડદો પડી જાય છે, બહારની દુનિયા બંધ થઈ જાય છે. સૌંદર્ય 3 રાત અને 2 દિવસની ચાંદની છે, માટે જ કદાચ હનીમૂનની પેકેજ-ટૂરો 3 રાત અને 2 દિવસની હોય છે. સૌંદર્યને જૂનું થઈ જવા માટે એટલો સમય કાફી છે. અતિપરિચય સૌંદર્યનું મૃત્યુ છે. પ્રેમમાં દરેક પુરુષ કર્મયોગી હોય છે. પ્રેમમાં નિષ્ફળતા એ સારી વસ્તુ છે, બેટરીઓ ચાર્જ થઈ જાય છે, બુસ્ટર-રોકેટ ફાટે છે, ડોકિંગ થાય છે, ડી-ડોકિંગ થાય છે, પ્રેમ ટ્રેજેકટરીની બહાર નીકળી જાય છે, પ્રિયનું મૃત્યુ કે ડિવોર્સ એ પ્રેમનો સ્પ્લેશડાઉન છે. કેક પરના આઇસિંગ- ની જેમ પ્રેમ પર કવિતા સ્ફુરે છે, પશ્ચાત સંગીતનું ફેડ-આઉટ થાય છે. કાળી મૂછો, જાડી પ્રિયાઓ, મલમલ અને મખમલ, લવન્ડર રંગછાયાઓ.. એ પશ્ચિમનો પ્રેમ હતો. આપણે ત્યાં મંગળ વચ્ચે આવે છે, શનિ છે, ગુરુ નપુંસક છે, રાહુ-કેતુ છે. અહીં ગુરુ અને શનિ પ્રેમ કરે છે, મંગળ અને મંગળ પ્રેમ કરે છે, પુરુષ અને સ્ત્રી એ માત્ર અકસ્માતો છે.

જો મહાન પ્રેમી પુરુષ છે તો એના માથામાં એક સ્ક્રૂ લૂઝ હોવો જોઈએ, જો એ સ્ત્રી હોય તો ઘણા સ્ક્રૂ ! પ્રેમમાં સ્ત્રી સશક્ત સેક્સ છે, અને પુરુષ કોમિક સેક્સ છે. હવે ચાંદસા મુખડા નથી, ચંદ્ર પર ઉતરેલા માણસે ચંદ્રની બધી જ બદસૂરતી ટી. વી. પર બતાવી દીધી છે. દિલ હવે બદલી શકાય છે, પ્રેમમાં રહસ્ય રહ્યું નથી.

ક્રમશ:

- ચન્દ્રકાંત બક્ષી

Gujarati Romance by Ashq Reshammiya : 111124743
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now