Gujarati Quote in Blog by Taran_Goswami

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

❛હવાનાં ઊછળતાં હરણ આવશે
ને સૂરજનું ધગધગતું રણ આવશે.

ઊઘડતો જશે એક ચહેરો સતત
સ્મરણમાંય એનું સ્મરણ આવશે.

હશે કોઈ સામે ને અડવા જતાં
ત્વચા સ્પર્શનું આવરણ આવશે.

રહેવા દો દરવાજા ખુલ્લા હવે
છે આશા હજી એક જણ આવશે.

તમે પાછા કરશો ખુલાસા નવા
અને અમને વિશ્વાસ પણ આવશે.

સમયની તો સીમાઓ પૂરી થઈ
હવે જોઈએ કેવી ક્ષણ આવશે.

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે.❜

Gujarati Blog by Taran_Goswami : 111124002
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now