તારીખ : 1/4/2019 થી બેન્ક ઓફ બરોડા, વિજયા બેન્ક તથા દેના બેંકનું એકત્રીકરણ થયેલ છે. આ બેંકોના તમામ ગ્રાહકોને આપવામાં આવેલ તમામ પ્રકારના કાર્ડમાં કોઈ જ ફેરફાર થનાર નથી અને આ તમામ કાર્ડ તેની એક્સપાયરી ડેટ સુધી ચાલુ જ રહેશે.
આથી જો આપને કોઈ ફોન દ્વારા એવું જણાવે કે, આપની બેન્ક મર્જ થઈ ગયેલ હોય નવા કાર્ડ માટે આપના જુના કાર્ડના નંબર કે ઓટીપી જણાવો તો આવા કિસ્સામાં કોઈને પણ ઓટીપી કે પીન નંબર આપવો નહીં. વધુ વિગતો માટે આપના બેંકની મુલાકાત લેશો.