વ્યસ્ત જિંદગી ની કડવી વાસ્તવિકતા...
આજકાલ બધા પોતપોતાના ને બહુ વ્યસ્ત માને છે હોઈ શકે પણ...પોતાની જાત ને પૂછો અથવા તો તમારા દિનચર્યા ને જુઓ કે તમે જે કામ કરો છો એ કામ કર્યા નાં સમય કરતા કામ કરવા માટે નાં વિચારો નો સમય વધી જાય છે ,મેનેજમેન્ટ ના જમાના માં એ મહત્વનું છે પણ તમને ખબર નહિ હોય આપણે દિવસ દરમિયાન ઘણો ખરો સમય આપણે આપણા મન સાથે લડવા માં કાઢી નાખીએ છીએ.એવા ઘણા બધા કામ કરીએ છેએ કે જે આપણે નથી કરવા જોઈતા(જેમકે સોશિયલ મિડ઼ેયા માં મિનિમમ 1 કલાક બધા બગાડે છે,કેટલાય ને તો નહવા માં અડધી કલાક થાય આ અડધી કલાક ની વેલ્યુ તમારા સમગ્ર જીવન માં 400 દિવસ ની છે વિચારો આ 400 દિવસ માં તમે શું કરી શકો).આ એક માત્ર ઉદાહરણ આવું તો ઘણું બધો ટાઈમ ફાલતુ માં ખર્ચી નાખી એ છીએ.આવા જ કારણો આપનાં દેશ નું યુવા ધન ખર્ચાય રહ્યું છે.આપણૉ દેશ બધા દેશો નો ગુરુ છે.પણ આપણે એટલા આળશું છીએ કે રિસર્ચ માં પેટટન્ટ , ઓલમ્પિક મેડલ,એજ્યુકેશન આવી ઘણી બધી બાબતો માં આપણે ઘણા બધા દેશ થી ધણા પાછળ છીએ.ટાઈમ બધા પાસે સરખો જ છે તેનો ઉપયોગ કેમ કરવો એ તમારો હક છે. આપણે ટાઈમ ની કિંમત નહિ કરીએ તો ટાઈમ આપણી કિંમત નહિ કરે.
જય હિંદ,જય ભારત.