અસમંજસમાં છે જિંદગી ઘણી જ ,
આમ કેમ છે ?
આ સવાલ તને કરૂ છું જિંદગી...
જીવી રહી હતી મસ્ત બની હું મજાની ,
ત્યારે અચાનક કરે તું કસોટી કેમ?
આ સવાલનો કોઈ જવાબ તારી પાસે છે જિંદગી...
ચાલતાં ઠોકરો ઘણી જ મળી મને તો પણ
કદી કોઈ ફરીયાદ ના કરી.
એક હું જ મળું છું તને?
આ સવાલનો કોઈ જવાબ છે તારી પાસે જિંદગી...
થાકી ગઈ છું હવે તો હું પણ
તારી પરિક્ષા આપી ને હવે,
કયારે મળશે આરામ હૈયે મને પણ?
આ સવાલનો કોઈ જવાબ છે તારી પાસે જિંદગી...
અલ્પવિરામ બનીને રહી ગઈ છે
આ જિંદગી મારી
કયારે આવશે પૂર્ણવિરામ હવે ?
આ સવાલનો કોઈ જવાબ છે તારી પાસે જિંદગી...
જવાબદારીઓ પૂરી કરતા કરતા
હું ખુદને ભુલી ગઈ છું
છે મારી કોઈ ઓળખ સવાલ આ મારો તને ?
આ સવાલનો કોઈ જવાબ છે તારી પાસે જિંદગી...
હોય તો જવાબ આપ કારણકે હવે તો હું પણ થાકી છું...
ખુદા તારી કસોટીથી હવે હું હારી છું....