દિલબર
પ્રેમનામે જુઠો ખેલ થયો,
મારુ દિલ તોડી ચાલી ગયા મારા દિલબર,
આ દિલ રડે છે તમારી યાદ માં,
યાદ માં તારી અમે દિવાના બની ગયા દિલબર.
દિલ દર્દ નો હિસાબ માંગે છે,
તેનો હિસાબ આપી જા મારા દિલબર .
દિલ તારા નામે દાન કરી બેઠા
અમે કેવા પાગલ કે એક એક
શ્વાસ તારા નામે કરી બેઠા
અમે તો કેવા છેતરાયા,
વાતો ને સાચી માની ગયાં,
તમે મને જુઠા વચનો આપી ગયા દિલબર
ભીતર સવાલ જલાવે મુજને
પ્રેમ ની સજા મને તે કેવી આપી મારા દિલબર
શૈમી ઓઝા "લબ્સ "