તારા થી પ્રેમ કરવો એ મારા માટે એક વ્યર્થ અને ગેરવ્યાજબી વસ્તુ રહી છે હમેશા થી,
જીવી સકાય છે એક બીજા વગર,
કદાચ એના થી પણ સારું જેટલું સાથે રહી ને જીવી શકીએ..
જરૂરત નથી આપણ ને એક બીજા ની..
એ વાત અલગ છે હું ચાહતો હતો તારી સાથે જીવવા.
અને હાલ પણ ચાહું છું.. જે શક્ય નથી.. તો પણ ચાહું છું..
એ અલગ વાત છે તું ખાવા, પીવા,શ્વાસ લેવો, બાથરૂમ જવા, જેવી કોઈ જરૂરિયાત નથી મારા માટે..
તું માત્ર મારી ઈચ્છા છે..
ઈચ્છા
જે વરસતા વરસાદ માં લોંગ ડ્રાઈવ પર જવું,
કોઈ ઊંચા પહાડ પર જઈને બે-ત્રણ બીયર ના ટિન ખાલી કરવા.
જેમ હિટલર ની આત્મકથા વાંચવી.
જે મ આ બધી ઈચ્છાઓ છે એમ જ તું એક ઈચ્છા છે..
ઈચ્છા એક સ્વપ્ન દેખવા ની,
બે-શક જીવવા માટે જરૂરી વસ્તુ જોઈએ..... પણ હું ગેરજરૂરી વસ્તુ માટે જ જીવું છું..
હું શું તમે બધા પણ જીવ્તાજ હસો..?
શ્વાસ લેવા થી અને મરી જવાની વચ્ચે તું મારા માટે એક અંતિમ સુરજ છે..
ખોટું કહે છે લોકો કે પ્રેમ જીવવા માટે જરૂરી છે..
પ્રેમ માટે જીવવું જરૂરી છે..
આજાદી અને બંધન માં એજ અંતર છે જે ઈચ્છા અને આવશ્યતા માં છે..