રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત કેરળની વાયાનાદ બેઠક પરથી પણ ચૂંટણી લડશે..
સાવજ ગરજે
ભારત દેશનો હાવજ ગરજે
મરદ આપણો ગુજરાતી ગરજે
વડનગરનો ભડવીર ગરજે
હીરાબાનો સપુત ગરજે
વિકાસનો આ ભાયડો ગરજે
દુશ્મનને ફાડનારો ગરજે
માં ભોમનો રખેવાળ ગરજે
દેશનો ચોકીદાર ગરજે !
ક્યાં ક્યાં ગરજે ?
યુ.પી. ના કાશીમાં ગરજે
પાકીસ્તાનના વાડામાં ગરજે
અમેઠીના ચોકમાં ગરજે
લાલચોકના ઝંડામાં ગરજે
વિરોધીઓના કાનમાં ગરજે
પાર્લામેન્ટની વાતોમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ત્રેવીસ "મેં" ની સાંજે ગરજે
થર થર કાંપે !
ઇટાલીના બે ભાણીયા કાંપે
આંખો મારતા કાણીયા કાંપે
મધરાતે બે નંબરીયા કાંપે
ઠગબંધનના ટાબરીયા કાંપે
વિજય, નિરવ ને મેહુલ કાંપે
અચ્છા અચ્છા સૌ લુખ્ખા કાંપે
ભાઇની આ બેનડી પણ કાંપે
ને હામે પડ્યા ઇ હંધાય કાંપે
પારસી-કન્યા
સ્મૃતિ નામની પારસી-કન્યા
અમેઠીમાં પારસી-કન્યા
ભાજપની પારસી-કન્યા
તેજ તર્રાર પારસી-કન્યા
સામા ડરે તે પારસી-કન્યા
મત ઉઠાવશે પારસી-કન્યા
હંફાવશે આ પારસી-કન્યા
કેસરીયાળી પારસી-કન્યા
આગ-ઝરંતી પારસી-કન્યા
પાછળ દોડે પારસી-કન્યા
ભયથી ભાગ્યો
પંજા તારો ભડવીર ભાગ્યો
પીછ્ત્તીસ બોલનારો ભાગ્યો
જામીન પર છુટેલો ભાગ્યો
મોદીથી ડરનારો ભાગ્યો
ઇટાલીનો આ ભાણીયો ભાગ્યો
આંખો મારતો કાણીયો ભાગ્યો
પારલે "જી" નો પ્યારો ભાગ્યો
અરે, અમારી એક સ્મૃતિથી ભાગ્યો....
આધાર : રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણી
નવશબ્દ : અભીલાષ ઘોડા
રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણીની ખુબ જાણીતી રચના " ચારણ-કન્યા" નો માત્ર સહારો લઇ સાંપ્રત સમયમાં શબ્દો બદલી એક મનોરંજન નો પ્રયાસ કરવાની ગુસ્તાખી કરી છે..સ્વ. મેઘાણી સાહેબ અને તેમની કલમની આજે પણ શું તાકાત છે તે કવિ નાં કાલાઘેલા શબ્દો હોવા છતાં પણ અનુભવી શકાય છે..સ્વ. મેઘાણીજીની ચેતનાને વંદન...આશા છે દરેકને ગમશે..