રંગ કાવ્ય
અલગ-અલગ રંગ સાથે, જીવન ના પડે છે પનારા,
રંગીન મેઘધનુષી જેવા, જાનીવાલીપીનારા,
જાંબુડીયો લાગે જાણે, નવજાત શિશુ જેવો,
નીલો રંગ ડોકાય આંખોમાં, કેવો વિસ્મય જેવો,
વાદળી જો ને સ્વપ્ન આકાશે, કેવો વિશાળ ફેલાય,
હરિયાળી મનશાઓ લીલા હદયે, જોને કેવી લહેરાય,
પીળા-નારંગી અવકાશે, પંખીઓ વહેતા જાય,
રાતો ગોળો શરમાતા-શરમાતા, ધરતીમાં સમાઈ જાય,
જાનીવાલીપીનારા સંગે, જીવન સફર કહેવાય,
"નવ્યા" નું નવલું નજરાણું તો, સમજદારને જ સમજાય,