નામ તારું બોલતો હું પ્રેમથી,
આ હૃદયને ખોલતો હું પ્રેમથી.
છે ઉતારી યાદની મેં કાંચળી,
જાત મારી છોલતો હું પ્રેમથી.
મૌન મારું છે જરુરી એટલું,
શબ્દ મારા તોલતો હું પ્રેમથી.
તીર મારા હાથમાં રાખી અને,
ઘાવ ઉંડા ફોલતો હું પ્રેમથી.
ફૂંક મારી ને વગાડે વાંસળી,
સાંભળીને ડોલતો હું પ્રેમથી.
મોલ ઊંચા છે અગર જો પ્રેમના,
ને પ્રણયમાં મોલતો હું પ્રેમથી.
~ અનવર જુનેજા - વડગામ
સૌ. ટ્વિટર.