ભારતીય ઈતિહાસમાં 23 માર્ચ 1931 નો દિવસ ગોજારો દિવસ કહેવામાં આવે છે. આ દિવસે આપણા ક્રાંતિવીરો કે જેમણે લોકોમાં એક ક્રાંતિની ભાવના પેદા કરી હતી .વર્ષો જૂની અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને મુક્તિ અપાવવા માટે લોકોમાં પ્રાણ પૂરયા હતા .રાષ્ટ્રમાં પ્રાણ પૂરયા હતા .લાલા લજપતરાય કે જેમનું અંગ્રેજોના લાઠીચાર્જના કારણે મૃત્યુ થયું હતું .તેવા ક્રાંતિકારીઓ માટે પણ લડનાર એવા આપણા ક્રાંતિવીરો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ કે જેમને આ દિવસે ફાંસી આપવામાં આવી હતી.
અંગ્રેજો ભારતમાં આવ્યા અને આપણા જ લોકો ને ગુલામ બનાવ્યા. તેમના અન્યાય સામે લડનાર આપણા જ દેશના ક્રાંતિવીરો ને દેશ ક્યારેય ભૂલશે નહીં અને તેમનું બલિદાન રાષ્ટ્ર નો દરેક નાગરિક ક્યારે પણ ભૂલી શકે તેમ નથી. અમારા હૃદયમાં આ ક્રાંતિવીરોની છબી હંમેશા યાદ રહેશે અને ભારત દેશના પ્રત્યેક ઘરમાં ભગતસિંહ ,સુખદેવ અને રાજગુરુ જેવા યુવાનો તૈયાર થશે જે આ ક્રાંતિવીરોએ જગાવેલી ક્રાંતિની રાષ્ટ્રભાવના ને સદાય પોતાના હૃદયમાં રાખશે. આજે દેશ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ ત્રણે શહીદવીરોને લાખ લાખ સલામ અને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપે છે. જય હિન્દ .જય ભારત. ઇન્કલાબ જિંદાબાદ