મળવા ગુમાવ્યા ના ખેદ અનુભવવા કરતા
જે ચાલી રહ્યું છે બસ એને એમ જ ચાલવા દેવામાં શું વાંધો..!!!
જિંદગી ક્ષણ ક્ષણ ની છે ને આમ જુઓ તો ખૂબ મોટી સફર
પણ એને એમ જ હરરોજ જીવતા જવામાં શું વાંધો .!!
આધિવ્યાધિ ઉપાધિ ના ચક્કર માં પડવા કરતા
રોજ શ્વસી શકીએ એનો પાળ માનવામાં શું વાંધો..!!!
હિસાબ કિતાબ તો જિંદગી પણ આપણાથી નથી કરતી
તો હરરોજ સંબંધો ના ભાવતાલ શુ કામ જાણવા મથીએ છીએ..!!
જિંદગી મળી છે બસ એને જીવતા જઈએ
છેલ્લે તો હું કોણ તું કોણ જ થઈ જશે અસ્મિ ની ભસ્મી માં..!!!
-Hina modha.