Gujarati Quote in Song by Kanha

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"અમર"

અમર થઉં તારી ચાહત માં,
માધવ એટલું માંગુ છું,
તારાં સ્મિત ની એ સત્તામાં,
મારાં શબ્દોની સભા બેસાડું છું.

ભક્તિની તારી એ શક્તિમાં,
હ્રદય નેં હું લલચાવું છું,
તારાં ચૈતન્યનાં એ સાન્નીધ્ય માં,
મારી વેદના નેં હું ભુલાવુ છું.

અમર થવું છે તારી પ્રીતમાં,
એ મારાં અંતરને સમજાવું છું,
તારી ચાહતનાં એ ઉપવનમાં,
મારી ચેતનાઓ નેં મહેંકાવું છું.

અવિરત તારાં અહેસાનો માં,
શત્ શત્ વંદન કરતી જાઉં છું,
મારી માણસાઈ નાં મોભે,
તારી નમ્રતા નેં હું વિનવું છું.

વધી રહેલી તારી પરીક્ષાઓમાં,
પણ, મારી હિંમતનેં  હંફાવું છું,
તારી ભક્તિ માં અમર થવાને,
પળપળ  હું વિતાવું છું.

મારું આયખું તારાં મનખે છે,
તારાં રંગે એને હું રંગાવું છું,
અમર થવાનાં અરમાને,
તારી જીવંતતાનેં હું અવિરત માણું છુ.

તારાં ચૈતન્ય માં માધવ,
મીસ. મીરાં અમર થઈ જાય,
તારી સંવેદના નાં સથવારે,
વ્હાલાં ઘેલી થઈ નેં એ હરખાય.

મીસ. મીરાં

Gujarati Song by Kanha : 111116327
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now