......... ..............માણસ દુઃખી કેમ?.........
પ્રકૃતિના તત્વો તો એના એ જ છે જે પોતાનો ગુણ અને સ્વભાવ છોડતા નથી .જે આપણને મદદરૂપ થાય છે ભલે આપણે ગંદો કચરો સ્વચ્છ પાણીમાં નાખીએ છીએ છતાં પણ તે પાણી કચરાને કિનારે લઈ આવે છે. વહેતા પાણીમાં સ્વયં સાફ કરવાની ક્ષમતા હોય છે .વૃક્ષ ને ભલે આપણે ભલે પથ્થર મારી એ છતાં પણ તે આપણને ફળ આપે છે, શીતળ છાંયડો આપે છે, સુરજ પણ સ્વયં પ્રકાશિત થઈને દુનિયાને પ્રકાશ આપે છે .ધરતી પર પણ આપણે કેટલી ગંદકી કરીએ છીએ . છતાં પણ આપણને તે તેના પર રહેવા દે છે કારણ એટલું જ છે મિત્રો લોકો કહે છે કે ...જમાનો બદલાયો છે પણ ના જમાનો નહીં પણ માણસ બદલાયો છે .માણસ ખોવાયો છે આજની આ દોડધામ ભરી દુનિયામાં માણસ ખોવાયો છે. જરૂરિયાત કરતા વધુ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને. માણસ એક ક્ષણ પણ પોતાની જાત સાથે રહી શકતો નથી પ્રકૃતિનો આનંદ માણી શકતો નથી..............
ઉનાળાના બળબળતા તાપમાં આપણે ક્યાંક ચાલતા જઈ રહ્યા હોઈએ અને ત્યાં અચાનક એક વૃક્ષ મળી જાય તો આપણે વૃક્ષ નીચે આરામ કરવા બેસીએ છીએ પણ આપણને ત્યાં પણ શાંતિ નથી. સમજવાની વાત એ કે જો બળબળતા તાપમાં ઊભેલું વૃક્ષ આટલું શાંત છે તો તેની નીચે બેસેલો માણસ આટલો વ્યાકુળ કેમ?
કારણકે માણસે પોતાના જીવનમૂલ્યો ન્યાય, નીતિ ,દયા પ્રેમ ,સહકાર ,ઉદારતા ,બીજાના દુઃખે દુઃખી, બીજાના સુખે સુખી થવાની ભાવના, આ વ્યક્તિ તરીકેના માનવતાના મૂલ્યો આજે ગુમાવી રહ્યા છે માટે દુખી છે .તેનું કારણ તે પોતે જ છે. જે કામ કરવાનું છે તે આજે તે ભૂલી ગયો છે અને જે નથી કરવાનું તે કાર્ય તે આજે કરી રહ્યો છે માટે દુઃખી છે
ઉત્તમ જીવનમૂલ્યોને બદલે માણસે આજે કામ ,ક્રોધ, મદ મોહ, લોભ ,અહંકાર. બીજાને છેતરવા ની ભાવના, બીજાને દુઃખી કરવાની ભાવના રાગ-દ્વેષ, ઈર્ષા, જેવા સંકુચિત વિચારો ની બાબતમાં પોતાની જાતને ખોઈ નાંખી છે .
કવિશ્રી રાજેશ વ્યાસ મિસ્કીન ની એક સુંદર પંક્તિ અહીં યાદ આવે છે.. પાત્રતા એ જ છે સાચી સાવ ખાલીખમ થા, આવડે એટલા સહજ ખુલ્લા અવાજે ગીત ગા, કોઈ ભૂલ ચૂક થી કે કોઈ શાપ થી તું ડર નહીં... ખોટી મથામણ કર નહીં......
પણ આજે આપણે એટલી બધી મથામણ કરીએ છીએ કે ન પૂછો વાત. આ બધામાં ક્યારેક સાવ ભટકી જવાય છે. ખરેખર તો અંદરથી ખાલી થવાનું છે . ખુલ્લા મને ગીત ગાતા શીખવાનું છે પણ આપણે તો આ ખુલ્લા થવાની વાત છોડીને ભારે થવાની અને બધું ભરતુ જવાની વાત જ કર્યા કરીએ છીએ ખરુંને?
આવો આજે આપણે આ ધુળેટીના પાવન પર્વ થી માનવતાનાં મૂલ્યો દયા, પ્રેમ, હુંફ ,ઉદારતા, માનવ સેવા એજ પ્રભુ સેવા, પ્રકૃતિ ના કલ્યાણ માટે ની ભાવના, જેવા મૂલ્યો જીવનમાં ઉતારી જીવનને નવ પલ્લવિત બનાવીએ અને સમાજ ગામ રાજ્ય રાષ્ટ્ર ને વિશ્વ કલ્યાણની ભાવના સૌ અપનાવી માનવતાનું કાર્ય કરી પ્રભુને અર્પણ કરીએ.... ..
.
એક માટીનો દીવો જે આપણે આપણા ઘરમાં પ્રગટાવીએ છીએ. તે જ દીવો આખી રાત અંધારા સામે સતત લડીને ઘરમાં આપણને પ્રકાશ આપે છે. તો તું શા માટે ડરે છે.? તું તો પરમ કૃપાળુ પરમાત્માની પ્રગટાવેલી જ્યોત છે તારે કોઈનાથી ડરવાની જરૂર નથી...
.. ગઝલકાર મરીઝ કહે છે કે.. બસ એટલી સમજ મને પરવરદિગાર દે. સુખ જ્યારે પણ જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે...
... હરિઓમ તત્સત...