.......પ્રભુ માનવજીવન આમ કેમ....
બાળપણમાં હસાવીને તું ક્યાં રહ્યો આમતેમ........
યુવાનીમાં હું રંગબેરંગી તું ક્યાં રહ્યો આમ તેમ ........ અરે ઘડપણમાં તુજને સંભારું તું તો ક્યાં છે જ આમતેમ............ ચડ્યો જ્યારે ચિતા પર હું જેમ તેમ.. છેલ્લો શ્વાસ હતો મારો જેમતેમ... સળગતો મૂકી પ્રિયજન મારા ચાલ્યા ગયા આમતેમ..... એક દિવસ મને યાદ કરી બધા ફરતા થયા આમતેમ.. જિંદગી આખું જેમને સુખ આપવા ભટક્યા કર્યો આમતેમ.... તેજ આજે મારા મરણ પછી ફરે છે આમતેમ... યાદ પણ મને નથી કરતા કહેતા હતા આમતેમ.... ઘરની છબીમાંથી હું જોઉં છું તેમને તે જુએ છે આમતેમ... જીવતર વધુ ચાહ્યા કર્યો જેમને આમતેમ.. અરે એમણે જ મને છોડી મૂક્યો અંતિમ ક્ષણે જેમતેમ... મૃત્યુ પછી પણ આખરે દીધો દગો તમે આમ કેમ.. મૃત્યુ પછી પણ આમ દિલ તોડવાની વાત કેમ... હે પ્રભુ સમજાતું નથી તું છે કેમ... હું તો માનવ બનીને પસ્તાયો તને અહીં બોલાવું કે કેમ?... માનવ છું માટે બધું સહન કરું છું આમતેમ... તારી જ આ દુનિયામાં તને બોલાવું પછી પૂછ્યું તું છે કેમ?