ચાલ ને આવ બહાર આજ તને ભીંજવી છે કોઈની મને ક્યાં પડી છે મારે તો બસ તનેજ રંગવી છે...
કોઈની શું કામ કરે ચિંતા મારે ક્યાં તને બાથમાં ભરવી છે આ તો છે રંગોનો તહેવાર એટલે મારે બસ તને થોડી રંગવી છે...
ભરી છે પ્રેમ ની પિચકારી શું કામ હવે દૂર ખડી છે આવને પાસ, મારે તો બસ હવે તનેજ રંગવી છે..
જોઈને અજાણ રહે બધા એવા રંગોમાં તને રંગવી છે કોઈ કશું કહે એ પહેલાં મારે કહેવું છે રંગવા દોને આજે તો રંગોની હોળી છે.
www.ianjali.com