Gujarati Quote in Good Morning by Niya

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મેં ઘણી વાર એ વિચાર્યું છે,
કે વિચારીને કોણ ફાવ્યું છે?

ક્યાં સમય પાસે કાંઈ માંગ્યું છે?
ભાગમાં આવ્યું એ સ્વીકાર્યું છે.

આંગળી ઝાલી કોઈની ચાલ્યા!
એટલે આટલે અવાયું છે.

દોસ્તોના ખભા મળ્યા એથી,
મન મૂકીને રડી શકાયું છે.

કાંકરા નાખતા રહ્યા લોકો!
તળ એ કારણથી ઊંચું આવ્યું છે.

આંકવું મૂલ્ય એનું રહેવા દો!
પોત છે શબ્દનું, સવાયું છે.

એ જીવાડે છે રોજ આપણને,
આ ગઝલ છે કે પ્રાણવાયુ છે?

દાદની બહુ અપેક્ષા ના રાખો,
આ બધું પહેલા પણ લખાયું છે.

Gujarati Good Morning by Niya : 111115434
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now