........... ચાલને મારા ભારતને વિશ્વ રાષ્ટ્ર બનાવું ......રંગો લઈ બેસી જાઉં ભાતભાતના. શૂન્યથી સર્જન કરી શિક્ષણની કેડી કંડારું. સમાજ ગામ રાજ્ય ને રાષ્ટ્રમાં માનવતા કેરા મૂલ્યો જગાવું .ચાલનેમારા ભારતને વિશ્વ રાષ્ટ્ર બનાવું... વિશ્વમાં મહેકાવું મૂલ્યો માનવ ધર્મના. શિક્ષણ દ્વારા બાળકમાં શ્રદ્ધા અને સફળતા જગાવું. વિદ્યાર્થીને જીવનની નવી આશાઓનો ઉત્સાહ આપુ. ચાલને મારા ભારતને વિશ્વ રાષ્ટ્ર બનાવું... શિક્ષણ દ્વારા સૌને સ્વની ઓળખ નો વિચાર આપુ. અજ્ઞાનતા ને અવિદ્યા ના દોષો દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ આપુ. ચાલને કાલે મારા ભારતને વિશ્વ રાષ્ટ્ર બનાવું...