તારી રડતી આંખો ને છાની રાખી છે મેં શુ એટલે નફરત ને લાયક છું હું?
ભૂલ તારી હોવા છતાં કાયમ માફી માંગી છે મેં શુ એટલે નફરત ને લાયક છું હું?
મારી પેલા મેં તારા માટે દુવા માંગી છે શું એટલે નફરત ને લાયક છું હું?
તારા સપનાઓ માટે મેં મારી ઊંઘ ગીરવે રાખી છે શુ એટલે નફરત ને લાયક છું હું?
મારી જિંદગી ની સૌ થી વધુ ચાહત મેં તને આપી છે શુ એટલે નફરત ને લાયક છું હું?
તને મારા દિલ, દિમાગ મારી ધડકન અરે મારા એક એક શ્વાસ માં જગ્યા આપી છે શુ એટલે નફરત ને લાયક છું હું?
ભૂલ તો મારી જ છે
હા ભૂલ તો મારી છે કે વેરણ વન માં ખીલતા ગુલાબ ના સપના જોઈ બેઠી છું હા એટલે જ કદાચ નફરત ને લાયક છું હું