આજ સાંજ સુની છે એના વિના...
અજંપો છે, ભેંકાર સુનકાર છે એના વિના...
હર પલ ઝંખું છું એની શાબ્દિક હૂંફ ને...
"હું સાથે જ છું " એવું કોઈ નથી કહેતું એના વિના...
વહી રહી છે ધારા એની "યાદ" ની અશ્રુ બની...
તૂટી ગયા છે દિલ ના તાર એના વિના...
સૂકા રણ માં મૃગજળ સમું હતું એનું અસ્તિત્વ,
હવે તો સાવ સૂકી રેત દીસે છે એના વિના....