હું રડું તો આંસુ બની છલકે છે તું
હું હસુ તો સ્મિત બની ફરકે છે તું.
મારાં તો દરેક શ્વાસ હવે,
તારું જ નામ રટે છે.
હવે તો દિલનાં દરેક ધબકારે મુજમાં ધબકે છે તું.
સાથ તારો મળ્યો મને હરપલ એવો
કે હવે મારો જ પડછાયો બની ભટકે છે તું.
તુજમાં ખોવાઈ ગયું છે હવે અસ્તિત્વ મારું એવું
કે હવે કિસ્મત બની મુજમાં હરપલ ઝળકે છે તું.