મને લાગ્યું કે તમે અહિં જ છો..
પાનખરને વસંતમાં બદલાતા જોઇ આજે મને લાગ્યું કે તમે અહિં જ છો..
આવેલી આફતને અવસરમાં બદલાતાં જોઇ ત્યારે મને લાગ્યું કે તમે અહિં જ છો..
આકાશનાંતારાઓનો ઝગમગાટ જોઇને મને લાગ્યું કે તમે અહિં જ છો..
ખિલેલા ફુલોનો પમરાટ અનુભવીને મને લાગ્યું કે તમે અહિં જ છો..
પક્ષીઓનાં મધુર ટહુકા સાંભળીને મને લાગ્યું કે તમે અહિં જ છો..
દરિયાની ભિની રેતીનો સ્પર્શ થતાં મને લાગ્યું કે તમે અહિં જ છો..
મુશળધાર વરસાદમાં પલળતા સમયે મને લાગ્યું કે તમે અહિં જ છો..
અધુરી ઇચ્છાઓને પુરી થતા જોઇ મને લાગ્યું કે તમે અહિં જ છો..
જોયેલાં સ્વપનાઓને સાકાર થતાં જોઇ મને લાગ્યું કે તમે અહિં જ છો..
જીવનની દરેક ક્ષણને તમારી સાથે જોડતાં મને લાગ્યું કે તમે અહિં જ છો..
હૃદય આજે એક ધબકારો ચુકી ગયું ત્યારે મને લાગ્યું કે તમે અહિં જ છો..