હું પ્રાણી માણસ થવાને પ્રયત્ન કરું છુ
ના જાણે કેમ હું સુધરવાને પ્રયત્ન કરું છું.
મારી લાઇફસ્ટાઇલને બદલવાને પ્રયત્ન કરું છુ
મારા દિલથી કંઇક જોવાને પ્રયત્ન કરું છુ
આ દરિયા માં એક ગ્લાસ મીઠુ પાણી નાખવાને પ્રયત્ન કરું છુ
હું પ્રાણી માણસ થવાને પ્રયત્ન કરું છુ
પક્ષીને દાણા નાખવાને પ્રયત્ન કરું છુ
ગાયને રોટલી આપવાને પ્રયત્ન કરું છુ
આ વૃક્ષોથી ફડ બોવ લઇલીધા આજે પાણી આપવાને પ્રયત્ન કરું છુ
હું પ્રાણી માણસ થવાને પ્રયત્ન કરું છુ
દરિયાની સફાઈ કરવાને પ્રયત્ન કરું છુ
મારા મનની સફાઈ કરવાને પ્રયત્ન કરું છુ
રસ્તા પર પ્લાસ્ટિક બોવ નાખી દીધા આજે કચરાપેટીમાં કચરો નાખવાને પ્રયત્ન કરું છુ
હું પ્રાણી માણસ થવાને પ્રયત્ન કરું છુ
એક બાળકને હસાવવાને પ્રયત્ન કરુ છું
આ કુદરતને કંઇક આપવાને પ્રયત્ન કરું છુ
મને બનાવનાર એ ભગવાનને આજે ખુશ કરવાને પ્રયત્ન કરું છુ
હું પ્રાણી માણસ થવાને પ્રયત્ન કરું છુ
ના જાણે કેમ હું સુધરવાને પ્રયત્ન કરું છું.