લખવા માટે કલમ ઉપાડી પણ શબ્દ મળ્યા નહીં.
હાથ જાલી તારો દુનિયા જોવી હતી પણ, સંજોગ મળ્યા નહીં.
ડૂબકી લગાવી જાણવી હતી, ઊંડાઈ તારા નયનની.
ઘણી કોશિશ કરી પણ ભીની પાંપણો વચ્ચે રસ્તા મળ્યા નહીં.
ખોળામાં માથું નાખી, છાયા ઓઢવી હતી ઝૂલ્ફની.
બે ઘડી મળી જાય તારા સહવાસની, એવા સમય મળ્યા નહીં.
તારા સિવાય અધુરો છું હું, એ વાત કોઈને કહી નહીં.
હું રાહ જોતો બેઠો પણ, આવવાના તારા એંધાણ મળ્યા નહીં.
મનમેળ થયાં છતાં, એક ના થવાના કારણ મળ્યાં નહીં.
ક્યાંક તો લખાયા હશે, ઘણા શોધ્યા પણ એ લેખ મળ્યા નહીં.
:- જલ સાગર