સુકોમળ ફુલ ડુબ્યા ને તર્યા પાષાણ દુનિયામાં ,
હકીકત એ અહીં જોવા થયા રોકાણ દુનિયામાં .
ઘણી નારી બની લાચાર દુનિયાનાં બજારોમાં ,
અને તેનાં અમીરોથી થયા વેચાણ દુનિયામાં .
ગગનનાં તારલા રડતાં ચમનનાં ફુલડાં રડતાં ,
થયા એ આંખનાં આંશુ તણાં ભેલાણ દુનિયામાં .
અમીરોને ગરીબોથી કશો નાતો નથી હોતો ,
છતાં એની ગરીબી પર થયાં ખેલાણ દુનિયામાં .
હતી રંગત ભલા "ચાતક" તને સંભારણા રુપે ,
ખરેખર એજ રંગતનાં થયાં વેચાણ દુનિયામાં .
ગફુલ રબારી "ચાતક" .