વર્ષમાં ત્રણ વાર ઋતુ બદલાય એ કૂદરતી ઘટનાક્રમ છે, પરંતુ કેટલાક લોકોને કૂદરત સાથે મૂળભૂત જ વાંધા હોય. દર વખતે ઋતુ બદલાય એના માનમાં આ લોકો માંદા પડી જાય. આપણે ખબરઅંતર પૂછીએ તો આકાશ તરફ જોઇને કહે આ જૂઓને ઋતુ કેવી બદલાઇ ગઇ છે. તમેય સંભાળજો. વર્તમાન ઋતુથી થતી તકલીફો વિશેની ફરિયાદ તો પાછી બારેય મહીના ચાલુ હોય.
????