અહીં જેને સફર ની મુશ્કેલી થી બીક લાગે છે
સફર ના તે બધા કાંટા અહીં તેને જ વાગે છે
કહીં એ બસ ગયો કે હું કણે કણ માં વસેલો છું
અને ત્યાં તો અહીં આ જીવ બનવા શ્યામ માંગે છે
સુરજ જો આથમી જાયે ,પડેના ફેર તો પણ,બસ
નજર બદલો અહીં તો ચાંદ આખી રાત જાગે છે
બધાંથી આમ ના રીંસાઈ જાવું "અજનબી" તારે
તને વારેઘડીએ તો મનાવા કોણ માંગે છે
-પુનિત (અજનબી)