વિહાન આજે પોતાની મિંટીગ થી કંટાળી ગયેલો, એને વિચારી લીઘું હતુ કે આજે એ ખુશીની પાસે જલદી પહોંચી જશે.એ પોતાની ખુશીથી ૧ કલાક દુર હતો પણ એનુ મન વંટોળે ચડેલુ, ૧ મિનીટ એને દિવસ જેવી લાગતી હતી.ખુશીના શબ્દો એના મગજ માંથી જતા ન હતા "મારા પાપા તને હા પાડશે તો જ હું તારી, બાકી ભાગીને આવું એવી છોકરી નથી" વિહાનનુ મન થોડા તાકિઁક વિચારો પછી આ વાત માની ગયેલુ પણ એના દિલમા એક જ વાત ખુશી વગર એ જીવશે કેવી રીતે ? આજે ખુશી એને ફરી મળવા આવાની હતી એ જ કોફી શોપમા જયાં એને એ પહેલી વાર મળેલી..બસ એક જ વાત વિચારી ને વિહાન ખુશીને રોજ સાંજે મળતો એ હતી ખુશીની ખુશી એ જોઇ શકતો હતો ખુશીની ખુશી જ્યારે વિહાનની સાથે હોતી પરંતુ ખુશી પોતાને રોજ બાંઘે અને વિહાનથીૈ દૂર રહેવાના અથાક પ્રયત્ન કરતી રહે, કોઇ વાર હાથ પકડે , કોઇ વાર આમ જ વિહાનની ખભે સૂઇ રહેતી , પણ વિહાન એને જ્યારે પણ પૂછે "પ્રેમ કરે છે મને?" તો કઇ બોલે નહી .. આખરે વિહાન ખુશી પાસે પહોંચ્યો, મળતા સાથે જ ખુશી બોલી "બહુ લેટ તું તો" વિહાન માત્ર એટલું જ બોલી શક્યો "હું તો અહિં જ હતો, તું નહોતી આવી"...❣️