છંદ:-રમલ
માત્રા-૨૬
તરહી ગઝલ
મિસરો-"આયનામાં જોયું મેં તો આયનો શરમાઇ ગ્યો."
પ્રેમના પ્રકરણનો આખો ચોપડો ખોવાઇ ગ્યો
બ્હાર આવ્યું સત્ય ત્યાં તો આયનો અટવાઇ ગ્યો.
જખ્મ તો મળ્યા છે ઘણા,એ મહેરબાની આપની,
જુલ્મ દેખી આપનો,આ વાયરો ફંટાઇ ગ્યો.
લ્યો હું તો બદનામ થઇ ગ્યો આપણાં આ પ્રેમમાં,
દાવ આવ્યો આપનો,તો કાયદો બદલાઇ ગ્યો ?!
એની સામે મેં દલીલો પર દલીલો શું કરી,
એટલામાં તો વિરહનો વાવટો લહેરાઇ ગ્યો.
એ તો અણધાર્યા મળી ગ્યા એકબીજાને ફરી,
ને ફરીથી એમનો આ મામલો ચર્ચાઇ ગ્યો.
-ધ્રુવકુમાર રાણા