Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#બોર્ડ_એક્ઝામ

“મમ્મી આજે ક્લાસમાં નથી જવું!"
“મમ્મી તું આજે ઘરે રહી જા ને પ્લીઝ!"
“એક કપ સ્ટ્રોંગ કોફી અને મેગી બનાવી આપને. મમ્મી તું જ બનાવ!"
“કાશ હું ફરી નાની થઈ જાઉં અને ફોર્થ સ્ટાન્ડર્ડમાં ભણતી હોઉં..."

આવું બધું રોજ કહે છે મારી દીકરી જે આ વખતે પહેલીવાર બોર્ડની પરિક્ષા આપવાની છે.

મને થાય કે નવમાં ધોરણથી જ હવે આગળ બોર્ડ છે ધ્યાન રાખજે..., અત્યારથી મહેનત કરીશ તો જ બોર્ડમાં સારું પરિણામ આવશે...,નેવું પંચાણું ટકાથી ઓછા તો ચાલે જ નહીં..કેટલી કોમ્પિતિશન છે બહાર..., એવું બધું કહી કહીને માબાપ, સગા સંબંધી, ટીચર્સ બધા એને તૈયાર કરતા રહ્યા. પાનો ચડાવતા રહ્યા. હવે?

બધું વંચાઈ ગયું છે. રેગ્યુલર ટેસ્ટ આપી આપીને આંગળીઓ થકી ગઈ... એના મનમાં બસ એક જ વિચાર આવે કે ક્યારે પરિક્ષા પૂરી થાય અને ફરી આઝાદી મળે..!

આઝાદી!

જેટલું જોવું હોય એટલું ટીવી જોવા મળે, દોસ્તો સાથે બેસી કલાકો સુધી ગપટા મારી શકાય, કોઈ જાતની ચિંતા વગર, હું બિમાર પડી જઈશ તો એ ભય વગર ઠંડીમાં પણ આઇસ્ક્રીમ ખાઈ શકાય, ફેમિલી સાથે આખો દિવસ બહાર ફરી શકાય, નાના ભાઈ જોડે મસ્તી કરી એને ખીજવી, ચિડાવી પછી દોસ્તી કરી મજા કરી શકાય...!

આ ઉપરના બધા સપના છે જે દરેક દસમામાં ભણતા છોકરા/ છોકરી જુએ છે. મારી દીકરી પણ જુએ છે પણ હું એને શું કહું? બાળપણ વટાવી એ હવે યુવાન થઈ રહી છે.. જે તોફાન મસ્તી એની યાદોમાં જીવે છે એ ફરી ક્યારેય પાછી નહીં આવે. દસમા પછી બારમાનું પ્રેસર આવશે... અત્યારે છે એનાથી પણ વધારે. બારમા પછી આવશે કોલેજમાં પ્રવેશવા માટેની પરિક્ષા... જો સારી બ્રાંચમાં દાખલો મળી ગયો તો પાછું ચાર પાંચ વરસ સખત ભણવાનું..! કોલેજ પછી માસ્ટર ડિગ્રી માટે બીજા બે કે ત્રણ વરસ... અને પછી નોકરીની શોધખોળ! નોકરી મળી ગયા પછી સમય બચવાનો? જવાબ આપણને સૌને ખબર છે! આ બધાની સાથે લગ્ન કરી લેવાની, ગોઠવાઈ જવાની ઉંમર પણ થઈ ગઈ હોય એનું સૌથી મોટું ટેન્શન માબાપને હોય...?

ડરો નહીં યાર... ગભરાઈ ના જાઓ...! તમારી હિંમત જ તમારા બાળકોને સ્ટ્રોંગ બનાવે છે. આગળ શું થવાનું છે એ આપણે જાણીએ છીએ, સમજીએ છીએ તો થોડુંક આપણા બાળકને પણ સમજીએ અને એની ઉપર “ચાલ વાંચવા બેસી જા, ટીવી બંધ કર, તું તારા રૂમમાંથી બહાર કેમ આવ્યો?..." વગેરે વગેરે સવાલોના મારાની વચ્ચે એની નાની નાની ઈચ્છાઓ પણ શક્ય એટલી પૂરી કરીએ, સાવ સામાન્ય ઈચ્છાઓ જેવી મારી દીકરીની ઉપર શરૂઆતમાં જણાવી છે...?
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111099023
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now