બધી રીતે હું વઘોવાયો છું છતાં હરવખતે હું જ હરખાયો છું .
ઉપયોગ થાઉં છું હરદમ એ જાણું છું હું કેટલો ઉપયોગી છું એ જોઈ ને હરખાયો છું.
મળ્યો છું જેટલા ને દિલ થી મળ્યો છું હું હિંમત ને પણ હિંમત આપું છું એ જોઈ ને હરખાયો છું.
જાણું છું બધું છતાં અપનાવું છું,દીપ માણસાઈ નો લઈને હરખાયો છું.
અભિમાન અને ઘમંડ ક્યાં સુધી ઊંચે લઇ જશે ,હું સાદગી ના સાદ ને વળગી ને હરખાયો છું.
હું અંતર થઈ અંતર આપુ છું અંદર થી,કોઈ ને અંતર રાખી જતા જોઈ ને હરખાયો છું.
ક્યાં આરઝૂ છે કે કોઈ આપે માન સન્માન ,હું તો અપમાન લઇ ને પણ હરખાયો છું.
જાડેજા રવિરાજસિંહ (રવુભા) "કવિ "