યાદ
જયારે હું ઉદાસ થાવ છું ત્યારે
તમે કહેલું હમણાં બધુ સારુ થઈ જશે
તે શબ્દો યાદ આવે છે.
સદા હસતો અને અમારી કાળજી લેતો
એ ચહેરો યાદ આવે છે.
શાળા એ જવા માટે ઉઠાવતા એ શબ્દો યાદ આવે છે.
રાતે કરેલી આખા દિવસની વાતો અને
સવારે ગવાતા એ મધુર ભજનો યાદ આવે છે.
મારી બધી વાતો સાંભળતા એ દિવસો યાદ આવે છે.
હંમેશા આપેલ સાથ અને સલાહ યાદ આવે છે.
જીંદગી જીવવા માટે આપેલા એ ઉત્તમ ઉદાહરણ યાદ આવે છે.
આજે ભલે તમે અમારી સાથે નથી "બા" પણ
તમે આપેલા એ અંતરના આશીર્વાદ આજે પણ હિઁમત આપે છે.
Miss you Baa