ફૂલ....
ક્યાંક ઊગે છે ડાળી પર કુદરતની સુંદરતા સાથે...
ચડે છે શ્રદ્ધા થઈ પ્રભુના ચરણોમાં, કોઈ શહીદોની શ્રદ્ધાસુમન માં, પ્રેમીઓ ના પ્રેમનાં પ્રતીક રૂપે આપાય છે ત્યારે તે પોતે ધન્યતા અનુભવે છે,
પણ..
જ્યારે તૂટે છે ડાળી પરથી કોઈ વિકૃતિ ને લીધે, વિકૃત સાહસનું પ્રદર્શન જ્યાં લખ્યું હોય ફૂલ તોડવાની મનાઈ છે ત્યાં લોકો તેને તોડીને સાહસ ગણે છે...
લગ્નમાં સુશોભિત થાય છે પણ એના પછી ક્યાંક કરમાય છે, ક્યાંક કોહવાય છે, ક્યાંક કચરો ગણી નદીમાં ગંદકી ફેલાય છે ત્યારે નતો એની કદર થાય છે નતો એની સુવાસ ફેલાય છે, નતો એ ફૂલમાંથી બીજ બને છે....
ત્યારે ફૂલને એને ઉગવા માટે ગર્વ થાય છે, એની આવી હાલત માટે માનવ જાત માટે માન....