*તારતમ લઈ શ્રી રાજ પધાર્યા ,
*થયુ તે સર્વે ને જાણ ।
*સખીઓ કહે અમે આવીને મળશું
*આ મળ્યા તે મૂળ એંધાણ ।।
તારતમ પરમધામ નું જ્ઞાન લઈ શ્રી રાજજી આવ્યા છે તેની જાણ બધા ને પહેલા જ થઈ ગઈ છે બધા ધર્મ ગ્રંથોમાં અનેક વાર તેની સાક્ષીઓ આપેલી છે.ભવિષ્ય પુરાણ ,માહે્શ્રવરતંત્ર ભગવત્ ગીતા , કુરાન, બાઈબલ, આ ધર્મ ગ્રંથોમાં તેનો ઉલ્લેખ વારંવાર થયો છે.આ જ્ઞાન ના અજવાળા થી આખા વિશ્વને રોશન કરવાનુ છે.આ તારતમ જ્ઞાન થી સર્વ સખીઓને જગાડીને પરમધામ માં પરત પોતાના મૂળ તનોમા જવાનુ છે.એ જ આપણું મૂળ ઘર છે.