આમ ને આમ દિવસો ગયા ને રાત,
સાંજ પણ પડતી ગઇ...
શોખ મરતા ગયા એક એક કરીને,
જવાબદારી વધતી ગઇ...
સપનાઓ રૂંધાયા અને મુલાયમ,
હાથ ની રેખાઓ બળતી ગઇ...
પૈસા ને પરિસ્થિતિના ખેલ માં,
સાલી જીંદગી ઢળતી ગઇ...
સારા કે સાચા હોવાની સજાઓ,
હર ઘડી ધડી મળતી ગઇ...
આ ન કરો, પેલું ન કરતાં,
તેવી બરાબર સુચના મળતી ગઇ...
રહેવું હતુ નાનું અમારે પણ,
ઉંમર હતી કે વધતી ગઇ...
આમ ને આમ દિવસો ગયા ને રાત,
સાંજ પણ પડતી ગઇ...