"મહેંદી" (સ્ત્રીનું અસ્તિત્વ)
મહેંદી ભરેલ હાથમાં એવી સુવાસ છે,
કે સૌની બની શકુ.
પણ, એવી સુગંધ ક્યાં?
કે, સ્ત્રીત્વ નેં મહેંકાવી શકુ.
મહેંદી ભરેલ હાથમાં એવી ભીનાશ છે,
કે, સૌમાં ભળી શકુ.
પણ, એવી કોમળતા ક્યાં?
કે, અત્યાચાર નેં રડાવી શકું.
મહેંદી ભરેલ હાથમાં એવી રતાશ છે,
કે, સપનાં માં સરી શકું.
પણ, એવી, રતાશ ક્યાં?
કે, અન્યાય સામે લડી શકુ.
મહેંદી ભરેલ હાથમાં એવી મીઠાશ છે,
કે, સંવેદનો સજાવી શકુ.
પણ,એવી મીઠાશ ક્યાં?
કે,ખુદનેં મળી શકું.
મહેંદી ભરેલ હાથમાં એવો અહેસાસ છે,
કે, લાગણીઓનેં જોડી શકું.
પણ, એવો અહેસાસ ક્યાં?
વેદનાઓનેં કંખોળી શકું.
મહેંદી ભરેલ હાથમાં એવો સહવાસ છે,
કે,નિજાનંદમાં જીવી શકું.
પણ, એવો સહવાસ ક્યાં?
કે, આત્મીયતાનેં મળી શકી.
મહેંદી ભરેલ હાથમાં એવો સહવાસ છે,
કે, ઉદાસ આંખમાં સપનાં ભરી શકું.
પણ, એવું ગજું ક્યાં?
કે, કોઈને છેતરી શકુ.
પલળી શકું, લાગી શકું, સુકાઈ શકું, ઉખડી શકું,
સજાવાઈ શકું,ભૂંસાઈ શકું, પણ, અનંત, જીવંત,
અવિરત, પ્રગાઢ ખુશીનાં આલીંગને છાપ મારી છોડી શકું.
માંડવે સજાવાઈ !
માધવથી બનાવાઈ !
રાધાથી આરોપાઈ !
આશિર્વાદ માં કંડારાઈ !
અવર્ણનીય આશાઓમાં છપાઈ !
ત્યારે જ તો આ મહેંદી અનોખો રંગ લાઈ !
મીસ. મીરાં
પૂર્વી જે. શાહ. વાપી.